દરેક નું જીવન અને એના સંજોગો અલગ.
એટલે દરેક ની હદ અલગ અને મુક્તિ (liberation) ના પથ અલગ.
પણ કોઈક જોઈ રહ્યું છે, અને કહી રહ્યું છે.
કે ભાઈ, ભારે કરી!
બારી મોટી કે દૃશ્ય? જવાબદારી અઘરી કે દિલદારી?
ઈશ્વર મોટો કે બ્રહ્મ? ભાઈ, ભારે કરી (૧)
ઘાઢી દોસ્તી માંથી બનતો પરંપરાગત કેસર રસ,
ને લોહી ના સંબંધોનો બનાવાતો ફજેતો? ભાઈ, ભારે કરી (૨)
એને લાગી હવા. એક્સપોર્ટ ક્વોલિટી નો ઉડ્યો પ્લેઇન માં,
ત્યાં હતો ભીડ માં પહેલો, ને અહીં આવ્યો લાગવા લાઈન માં? ભાઈ, ભારે કરી (૩)
બાળક ઘોડિયાઘર માં, રસોડું રેસ્ટોરન્ટ માં, જોડું કોર્ટરૂમ માં,
મા-બાપ ઘરડાઘર માં, કુટુંબ ભ્રમ માં, ને પતિદેવ ટુન માં? ભાઈ, ભારે કરી (૪)
ઘર, ગાડી, વોશિંગ મશીન, સોફા, બેન્ડ-બાજા-બારાત, બધા લોન માં.
ખીશું ખાલી, ચાદર ટૂંકી, ને મફતલાલ સાહેબ દેખાય ફૂલ ઓન માં? ભાઈ, ભારે કરી (૫)
મફત માં મળે ઘેરે ગેરસમજ, ને બજાર માં ગીરવે મૂકવું પડે મગજ.
સલાહ આપવા વાળા મળે અઢળક, પણ ક્યાંથી લાવવી કોઠાસૂઝ સમજ? ભાઈ, ભારે કરી (૬)
જે હયાત તેજ બ્રહ્મ. પણ હયાતી નો અનુભવ કરાવવા માટે જોઈએ દ્વિજ,
દ્વૈત કે અદ્વૈત, શું આજ છે જિજ્ઞાસા નો બીજ? ભાઈ, ભારે કરી (૭)
સગુણ કે નિર્ગુણ? નરોવા કે કુંજરોવા? ગાંધી કે ગોડસે?
આ બધા માંથી છોડી હદ, ને બન્યો અનહદ, ભાઈએ ન્યારી કરી (૮)
This poetry was written by Bhavin Shukla on 06th Dec 2022.
Very true depiction of our “સમાજ”!!!
LikeLike