આદિલ

“Adil” means righteousness/fairness.

ઈરાન ના રાજા ખુશરો-૧, નૌશેરવાન આદિલ ના નામ થી પણ ઓળખાતા હતા. એ એમના રાજ માં ક્યારે પણ અન્યાય થવા દેતા નહિ. જ્યારે એમનો મહેલ બનાવવાનો હતો, તો એમણે બાજુ માં રહેતી ડોશી ની ઝૂંપડી તોડવા નહોતી દીધી, ભલે પછી મહેલ ની દીવાર વાંકી બને.

અને પરશુરામ અવતાર માટે એમ કહેવાય છે કે, એ પહેલા માનવ હતા જેમણે નીતિ ની સ્થાપના કરેલી.

આ કવિતા હૂં ઈરાન અને અફઘાનિસ્તાન ની એ નીડર મહિલાઓ ને સમર્પિત કરું છું, જે અડીખમ થઇ ને સ્વાતંત્ર સંગ્રામ ખેડી રહી છે.

Photo Reference: https://jezebel.com/the-most-powerful-images-from-the-iran-protests-1849602812

આદિલ


થઇ જિજ્ઞાસા, કે ગુફા માંથી જે નીકળ્યો, એ પહેલો માનવ કોણ?
બન્યો પશુ માંથી નર, એ સભ્ય માણસ કોણ? (૧)

ટાળી ધારણા ને થયું પહેલા જાણું કે સભ્ય એટલે શું?
જાણ્યું કે સીમા, પંથ અને સભ્યતા દીઠ વ્યાખ્યા અનેક, પછી કરું હૂં શું ? (૨)

ખૂબ શોધખોળ પછી વર્તમાન માનવ નો દેખાયો ગુફા છેટે વાસ,
એટલે જવું પડ્યું ઊંધે પગલે, અને ખોળવો પડ્યો ઇતિહાસ (૩)

ઐતિહાસિક ગુફા ની બહાર મળ્યું ટોળું , ને મળ્યા પ્રથમસભ્ય શ્રી પરશુરામ,
જેમણે સમજાવ્યું, નીતિ એકજ ધર્મ, નહિ ચલાવી લઈશ હરામ (૪)

લાગ્યું પૂછીજ નાખું મૂળ સભ્ય માણસ ને, વર્તમાન માં ખૂબ પવન છે ફૂંકાયો ,
કે તમારા પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય, તો છે તમારો પંથ અને ધર્મ કયો? (૫)

થયો દૂર ધર્મ નો ભ્રમ જ્યારે જોયા એજ ટોળા માં ગુરુ ગોબિંદ સિંહ અને ઈરાન ના નૌશેરવાન “આદિલ“,
ને સમજાયો ધર્મસંસ્થાપનાર્થાય નો અર્થ, ત્યારે રડી ઉઠ્યું આ દિલ (૬)

આજે જ્યારે ખેંચાય છે ઈરાન અને અફઘાનિસ્તાન માં સ્ત્રીઓ ના ચોટલા,
ક્યાં છો ઓ “આદિલ“, આ તથાકથિત રહમ-દિલ રાજ શેકી રહ્યું છે પોતાના રોટલા (૭)

મળ્યા ડાર્વિન રસ્તા માં મેં કીધું કે જોવી છે મારે હોમો-સપીએન્સ થી આગળ ની કૂંચ,
કહે, ઉત્ક્રાંતિ તયાં અટકી, અને પાછી વળી ગુફા તરફ, જ્યારે નહિ મળી નિર્ભયા ને કોઈની હૂંફ (૮)

તો પૂછ્યું વ્યાસદેવ ને, કે ક્યારે પ્રભુ પધારશે, ને લેશે કલ્કી નો અવતાર,
કહ્યું, છે ચકરડું ફર્યું ઊંધું ને થયો માણસ નાનો, જો ના બન્યા નરસિંહ ના વૈષ્ણવ, તો લેવો પડશે વામને અવતાર (૯)

રે માનવ શું તું શીખ્યો ધર્મ ગુરુ ઓ પાસે, હોય એ ઇસ્લામ, હિન્દુ, ઈસાઈ, યહૂદી કે સીખ?
કેહવા દે મને કે જો રેહવું હોય ગુફા ની બહાર, તો દરેક અનીતિ, અત્યાચાર, ને અન્યાય સામે થા આદિલ, ને લઢતા શીખ (૧૦)


Meaning of the poetry and narrative:

First Stanza:

I was intrigued to find out who was the first civilised human that came out of the cave. Darwin’s theory limits to the physical and not cognitive, moral or ethical evolution of humans.

A journey to find that person who first turned from an animal (caveman) to a civilised human.

Second Stanza:

But before I embark upon this journey, I need to understand what a “good” and “civilised” human actually means? Countries and religions have different definitions of a “civilized” human, whereas I am looking for the definition of a Global citizen.

Third Stanza:

When I started asking the leaders of various religions and countries and different thinkers, I soon realised that they were preaching their sermons from the same cave but from the inside. Hence, I had to travel through history to find the answers.

Fourth Stanza:

In history, I saw the first caveman out of the cave and standing with a group of other humans; he was lord Parashuram. He fought with several kings to establish righteousness. It is said that he first got upset when the king forcefully took away his father’s cow and killed his father. He told me that being just, ethical and righteous, fighting for these causes and supporting the weak is the only dharma, and it means being civilised.

Fifth Stanza:

I was intrigued, and because I am a human from the present, and his father was a brahmin and his mother Kshatriya, I asked him the question, “What sect/religion do you belong to?”. He then asked me to look at other people standing with him in the group. It is to be noted here, that dharma is not equal to religion, and this is the confusion of current human-being.

Sixth Stanza:

My confusion/illusion was corrected when I saw Guru Gobind Singh ji and Nausherwan-i-Adil in the group. Guru Gobind Singh ji fought with the Mughals and stood up a community of fighters called to protect the weak and fight for justice, called Khalsa (the pure). Nausherwan-i-Adil was a ruler of Iran and was known for his righteousness and justice. When his palace was being built, he declined to get rid of the poor old lady’s hut next to his palace because of which the palace wall could not be built in a straight line.

Seventh Stanza:

My heart cries when I understand what “civilized” and just (or Adil) means. Where are these Adil (s) when women’s freedom in Iran and Afghanistan is being taken away? They only ask for basic and fundamental freedom; they are being pulled from their hair and denied education just so that the males can be in rule for a long time.

Eight Stanza:

Because I was in history, I met Darwin and asked him what will humans next evolve into after homo-sapiens-sapiens. And he said that evolution stopped on that day when Nirbhaya did not receive security, compassion and justice when she was brutally raped and tortured by a group of men in Delhi.

Ninth Stanza:

So I went to Ved Vyas, who wrote Srimada Bhagvatam. There is a prophecy in Srimada Bhagvatam that whenever the world is in chaos, the vulnerable are harassed, and injustice is at its peak, the lord will take Avatar to save the world – Dashavatara. He has done this 9 times, and we are waiting for the 10th avatar, Kalki Avatar. He said that the wheel of avatars is now turning the other way; since the humans are walking backwards in the name of development, we need to go back to one avatar before lord Parashuram (yes, the same first civilised human), Vamana Avatar. Vamana means dwarf; the humans will have Vamana as they have dwarfed their wisdom.

Tenth Stanza (10 stanzas in the poetry to represent Dashavatar)

Back to the present and after talking to the great human “beings” of history, I must convey the message to the people of all faiths what our religions, e.g. Hinduism, Islam, Judaism, Sikhism and religious leaders are teaching us, that if we want to stay out of the cave, then we need to have righteousness in our heart. We need to fight for the weak and vulnerable whenever we see injustice to them. This is the only “dharma” and the only relevant definition of “being civilised”.


The poem is dedicated to the courageous women of Iran and Afghanistan who are fighting for freedom for themselves and future generations. Hats off to these women’s spirit, resilience, and vision.

It is also dedicated to all the wonderful women, ladies/girls/daughters/sisters/mothers/friends, who have played an important role in my upbringing and continue to do so. Thank you very much.

The poetry was written by Bhavin Shukla on 15th Jan 2023.


Photo reference: https://www.biologyonline.com/dictionary/homo-sapiens-sapiens

ધુમાડો

Reduced visibility from fog, smoke, etc., distracts us from the real world. Then the question is, what is real?

ધુમ્મસ અને ધુમાડો કરતા અંધકાર સારો. અંધકાર આપણને સજાગ તો રાખે. ધુમાડા માં ખુલ્લી આંખ જે ભાળે તે બધું માની લેવા નું મન થાય. સાચા દર્શન કરવા માટે ધુમાડો દૂર કરી આગ જ પ્રગટાવવી પડે.

ગવાઈ ગીતા, ફૂંકાયો પંચજન્ય, સંભળાયા કિકિયારી ને ચિત્કાર,
સંબંધો ને લાગ્યા ગ્રહણ, ઉડ્યા ધુમાડા ના ગોટા, કુરુક્ષેત્ર માં ફેલાયો અંધકાર (૧)

બળવા ની આવે છે વાસ, કાશ બળતણ ને જરીક હોતે ભાન,
બળે એક, દાઝે બેવ, પક્ષાપક્ષી માં જાય સન્માન અને ના આવે સમાધાન (૨)

જો સાચવજે. જ્યાં આગ ત્યાં ધુમાડો, અને જ્યાં ગામ ત્યાં ઉકરડો,
થાય કેટલીયે અકળામણ, ખરે નહિ ટીપું કે ના દેખાય ઉઝરડો (૩)

પણ તું એ પણ સમજ, જ્યાં ધુમાડો ત્યાં આગ,
જો ચર્ચા માં હોય આટલો ઈશ્વર, તો ભજવતો હશે એ ચોક્કસ કોઈ ભાગ (૪)

આખર બળવાનું તો છેજ સૌ એ, તો છોડ દાઝી જવાની બીક,
એક સુદર્શન ની જો આ ઊર્જા, તો તું ફેરવ તારા સાત ચક્ર ને ઠીક (૫)

જરૂરી છે સત્સંગ, રાખ વિવેક, ને કર નક્કી કે રહે આનંદ માં દુનિયા સારી,
રેહવા દે ક્રોધ ની અગ્નિ ના દાવાનળ, ઉઠ, જાગ, તારા ધ્યેય બને ચિનગારી (૬)

કર અંધકાર ના ધુમાડા ને દૂર, માર હૃદય થી ફૂંક,
પ્રજવલ જ્ઞાન ની આગ, જો તારા માં હોય સત્ય ની ભૂખ (૭)

અંધારા માં દેખાય સાપ, અજવાવાળું કરો તો દોરડું, ને જ્ઞાન આવે તો બ્રહ્મ, છે આ સ્વપ્ન ના પ્રકાર ત્રણ.
શંકર કહે કે, છે આ મિથ્યા, નથી જગત અસત્ય, કરી લે વેદાંત ના દર્શન પણ (૮)


This poetry was written by Bhavin Shukla on 12th January 2023 remembering Swami Vivekananda on his 160th birth anniversary.


પડછાયો કે છાંયો

Logical simples cannot be described, they can only be experienced!

જે સહજ છે એ ભાષા થી સમજાવવું અશક્ય છે, એને માટે જોઈએ એક અલગ જ પરિભાષા…

ખુલી આંખ, જોયું તું જોડાયો, બધા ની સલાહ માં હું અટવાયો,
આવ્યું ભાન કે આ તો હૃદય ના જોડાણ, તું ઓળખાયો, નકામો જ હૂં ગૂંચવાયો…(૧)

વન માં થશે ટુંક માં પ્રવેશ, રહ્યા આપણે કેટલા દેશ,
પણ તને ના થોડોય લેશ, તે કદી ના રાખ્યા દ્વેષ…(૨)

દિવસ અને રાત, પૂનમ હોય કે અમાસ,
તેં ક્યારેય ન છોડ્યો સાથ, તું હમેશ રહ્યો આસપાસ…(૩)

હું રહ્યો એજ, પણ તું બદલાયો.
તેજ માં તો સૌ હાથ લંબાવે, પણ પ્રકાશ ઓછો જોઈ તું લંબાયો…(૪)

સમજતા લાગી વાર, ચંદ્ર એજ, છબી અનેક.
આંઠ માં હું, શૂન્ય તું, તૂટશે ઘટ ને થાશું એક…(૧૦૮)

મને એમ કે મારા થકી તું, પણ કાળો કાન ને કાળો પડછાયો,
સત્ય એજ કે, તું મારો છાંયો ને હું તારો પડછાયો..(૬)


This poetry was written by Bhavin Shukla on 19th Dec 2022.


ભાઈ, ભારે કરી.

દરેક નું જીવન અને એના સંજોગો અલગ.
એટલે દરેક ની હદ અલગ અને મુક્તિ (liberation) ના પથ અલગ.
પણ કોઈક જોઈ રહ્યું છે, અને કહી રહ્યું છે.
કે ભાઈ, ભારે કરી!

બારી મોટી કે દૃશ્ય? જવાબદારી અઘરી કે દિલદારી?
ઈશ્વર મોટો કે બ્રહ્મ? ભાઈ, ભારે કરી (૧)

ઘાઢી દોસ્તી માંથી બનતો પરંપરાગત કેસર રસ,
ને લોહી ના સંબંધોનો બનાવાતો ફજેતો? ભાઈ, ભારે કરી (૨)

એને લાગી હવા. એક્સપોર્ટ ક્વોલિટી નો ઉડ્યો પ્લેઇન માં,
ત્યાં હતો ભીડ માં પહેલો, ને અહીં આવ્યો લાગવા લાઈન માં? ભાઈ, ભારે કરી (૩)

બાળક ઘોડિયાઘર માં, રસોડું રેસ્ટોરન્ટ માં, જોડું કોર્ટરૂમ માં,
મા-બાપ ઘરડાઘર માં, કુટુંબ ભ્રમ માં, ને પતિદેવ ટુન માં? ભાઈ, ભારે કરી (૪)

ઘર, ગાડી, વોશિંગ મશીન, સોફા, બેન્ડ-બાજા-બારાત, બધા લોન માં.
ખીશું ખાલી, ચાદર ટૂંકી, ને મફતલાલ સાહેબ દેખાય ફૂલ ઓન માં? ભાઈ, ભારે કરી (૫)

મફત માં મળે ઘેરે ગેરસમજ, ને બજાર માં ગીરવે મૂકવું પડે મગજ.
સલાહ આપવા વાળા મળે અઢળક, પણ ક્યાંથી લાવવી કોઠાસૂઝ સમજ? ભાઈ, ભારે કરી (૬)

જે હયાત તેજ બ્રહ્મ. પણ હયાતી નો અનુભવ કરાવવા માટે જોઈએ દ્વિજ,
દ્વૈત કે અદ્વૈત, શું આજ છે જિજ્ઞાસા નો બીજ? ભાઈ, ભારે કરી (૭)

સગુણ કે નિર્ગુણ? નરોવા કે કુંજરોવા? ગાંધી કે ગોડસે?
આ બધા માંથી છોડી હદ, ને બન્યો અનહદ, ભાઈએ ન્યારી કરી (૮)

This poetry was written by Bhavin Shukla on 06th Dec 2022.

નિર્ણય કર્યો.

What do you want to achieve in life? What is your goal?

તું જીવન માં શું બનવા માંગે છે?

આ સવાલ નો આજે જવાબ મળ્યો…


નિર્ણય કર્યો.

નિર્ણય કર્યો, કે નિર્ણય નહિ કરવાનો નિર્ણય કર્યો.
જિંદગી ના આવનારા મોજાઓ ને મજા થી માણવા નો નિર્ણય કર્યો (૧)

જેમ પવન સમુદ્ર મંથન વિના મોજાને ઉલેચે,
એમજ બેફામ મનમંથન વગર ઉછળવાનો નિર્ણય કર્યો (૨)

કિનારે જવાની હશે ઉતાવળ મોજા ને,
આપણે દરિયા ના ખોળા માં મોજે મોજે રમખાણ મચાવવાંનો નિર્ણય કર્યો (૩)

ભવસાગર માં નવકા, વાળું થોડું જૂનું થયું,
એને સારથિ માની, મેં મારા મનોરથ ને સપાટી પર પુરપાટ દોડાવવા નો નિર્ણય કર્યો (૪)

છાંટા કદાચ ઉડે. કાદવના નહિ, ખારા પાણી ના,
નિશ્ચિંત રહો, એ હશે લાગણી ના, મેં તત્વમસિ કેહવા નો નિર્ણય કર્યો (૫)

દરિયા નું ટીપું, કે ટીપાંઓ નો દરિયો,
એવા સમંદર માં સમ થઈ, “ભાWin” માંથી બ્રહ્મલીન થવાનો મેં નિર્ણય કર્યો (૬)

નિર્ણય કર્યો, કે નિર્ણય નહિ કરવાનો નિર્ણય કર્યો.
જિંદગી ના આવનારા મોજાઓ ને મજા થી માણવા નો નિર્ણય કર્યો (૧)

This poetry was written by Bhavin Shukla on 05th Dec 2022.

ક્યાં જવું (?)

ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ.
ક્યાં જવું? – એક પ્રશ્ન.
ક્યાં જવું – એક ઉત્તર
છોડ ને, ક્યાં જવું – એક કંટાળો

તમે નક્કી કરો કે આ કવિતા એક પ્રશ્ન છે, એક ઉત્તર , કંટાળો કે પછી એક ફરિયાદ!

ક્યાં જવું (?)

જ્યાં મત ની કોઈ કિંમત નથી,
ત્યાં બોલવાનો અર્થ નથી…(૧)

પંચો એ પહેલે થી નક્કી કરેલ પરિણામ માં,
આપણે નકામા પંચ ખાવા જવાની જરૂર નથી…(૨)

બહુમત ના એકાવન ટકાના જ્યાં ચાલતા હોય છે ચલણ,
ત્યાં સસ્તા ભાવ માં વેચાય જવામાં માલ નથી… (૩)

ઠ તો ઠાકોરજી નો, અ અસબાબ નો, સ સેવા નો, 
એવી બારખડી ના ઢ થવાની આપણ ને કોઈ ઉતાવળ નથી…(૪)

શીખ્યું કે ઘર ની વાત રાખવી ઘર માં, પણ મહાભારત ભજાય છે બજાર માં!
જે ચીરહરણ માં કૃષ્ણ વિચારે આવતા, એવી સભા માં કૃષ્ણા ને નહિ જવા નો અફસોસ નથી…(૫)

શું આ છે IIT નું અભિમાન, અને પાઉન્ડ નો નશો?
હોય તો હોય, પણ બદલાયેલા “ભાWin” ને એવી મેહફીલ ના આમંત્રણ ના વ્યવહાર માં રસ નથી…(૬)


This poetry was written by Bhavin Shukla on 01st Dec 2022.