ક્યાં જવું (?)

ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ.
ક્યાં જવું? – એક પ્રશ્ન.
ક્યાં જવું – એક ઉત્તર
છોડ ને, ક્યાં જવું – એક કંટાળો

તમે નક્કી કરો કે આ કવિતા એક પ્રશ્ન છે, એક ઉત્તર , કંટાળો કે પછી એક ફરિયાદ!

ક્યાં જવું (?)

જ્યાં મત ની કોઈ કિંમત નથી,
ત્યાં બોલવાનો અર્થ નથી…(૧)

પંચો એ પહેલે થી નક્કી કરેલ પરિણામ માં,
આપણે નકામા પંચ ખાવા જવાની જરૂર નથી…(૨)

બહુમત ના એકાવન ટકાના જ્યાં ચાલતા હોય છે ચલણ,
ત્યાં સસ્તા ભાવ માં વેચાય જવામાં માલ નથી… (૩)

ઠ તો ઠાકોરજી નો, અ અસબાબ નો, સ સેવા નો, 
એવી બારખડી ના ઢ થવાની આપણ ને કોઈ ઉતાવળ નથી…(૪)

શીખ્યું કે ઘર ની વાત રાખવી ઘર માં, પણ મહાભારત ભજાય છે બજાર માં!
જે ચીરહરણ માં કૃષ્ણ વિચારે આવતા, એવી સભા માં કૃષ્ણા ને નહિ જવા નો અફસોસ નથી…(૫)

શું આ છે IIT નું અભિમાન, અને પાઉન્ડ નો નશો?
હોય તો હોય, પણ બદલાયેલા “ભાWin” ને એવી મેહફીલ ના આમંત્રણ ના વ્યવહાર માં રસ નથી…(૬)


This poetry was written by Bhavin Shukla on 01st Dec 2022.