“સમ” શબ્દ નો અર્થ, એ શબ્દ ના ઉપયોગ ના હિસાબે થાય છે.
દા. ત. મારા “સમ” આવ, એટલે કે મારી સમીપ આવ, તને મારા “સમ” છે,
અને ત્રીજો “સમ” ખુબજ મહત્વ નો સમ છે, જેનો અર્થ થાય છે “સરખા”. સમ એ જગ્યા છે જ્યા બધા જ સરખા, નહિ કે ઉપર અને નહિ આગળ, ત્યાં બધાજ સરખા થઇ ને મળે છે. સંગીત ના સમ ની જેમ. ગીતકાર, તબલચી, હાર્મોનિયમ વાદક, બધાજ ૧૬ બીટ સાયકલ માં કશુંક અલગ કરી ને આવે, પણ એમણે સમ પર ભેગા મળવું જ પડે. સમ એટલે ઇંગલિશ માં harmony, જેમ અલગ અલગ છોડવા ઓ વસંત ઋતુ માં એક સાથે ખીલે, અને પાનખર માં સાથે ખરે, એ સમ નો જ કમાલ છે.
કવિતા “મારા સમ” માં આ ત્રણેય સમ નો સમાગમ છે. એમાં ફરિયાદ છે એ સૌ ની જે મને એમના સમ પર બોલાવે છે, જ્યારે થવું એમ જોઈએ કે અલગ બનીને પણ સૌ એ એક સમ પર મળવું જોઈએ. “એક લાઇક તો બનતા હૈ યાર”, તમને મારા સમ!
પડી રેહવા દે રસ્તા માં મને,
ઢોળયું ઘી ખિચડીમાં, તો મારા સમ તને…(૧)
નથી આપતો મદદ કરવાની છૂટ તને,
જો કરી દયા, તો મારા સમ તને…(૨)
બીજું નથી મારી પાસે આપવાને તને,
તું માંગે કંઈ, તો મારા સમ તને…(૩)
કેવી રે કઠોર બનાવી દુનિયા તેં,
પડ્યો જો નબળો, તો મારા સમ મને…(૪)
કમાઈ તો લવ કીર્તિ અને સત્તા ને,
આમ આવવું નહીં ફાવે, તારા સમ મને …(૫)
મળવું જ જો હોય તારે મને,
આપું સાચું સરનામું, મારા સમ નું તને…(૬)
ને છોડું તારે માટે મારા સમ ને,
પણ બાંધ્યા જો સંબંધ, તો મારા સમ તને…(૭)
છૂટ છે તને, મને અને સૌને,
પણ ન પકડાયો સમ, તો છે મારા સમ તને…(૮)

Meaning
The poetry explores the meaning of the Gujarati word “સમ,” which can signify proximity, equality, or harmony, depending on its usage. It uses examples like being close (“સમીપ”), being equal, and coming together in music as in a “beat cycle” (સંગીતનો સમ).
The poem “મારા સમ” reflects these themes, expressing the idea that despite differences, people should meet at a harmonious point. It speaks about individuality, relationships, and the importance of unity, using both metaphorical and direct language.

Leave a comment