ધુમાડો

ગવાઈ ગીતા, ફૂંકાયો પંચજન્ય, સંભળાયા કિકિયારી ને ચિત્કાર,
સંબંધો ને લાગ્યા ગ્રહણ, ઉડ્યા ધુમાડા ના ગોટા, કુરુક્ષેત્ર માં ફેલાયો અંધકાર (૧)

બળવા ની આવે છે વાસ, કાશ બળતણ ને જરીક હોતે ભાન,
બળે એક, દાઝે બેવ, પક્ષાપક્ષી માં જાય સન્માન અને ના આવે સમાધાન (૨)

જો સાચવજે. જ્યાં આગ ત્યાં ધુમાડો, અને જ્યાં ગામ ત્યાં ઉકરડો,
થાય કેટલીયે અકળામણ, ખરે નહિ ટીપું કે ના દેખાય ઉઝરડો (૩)

પણ તું એ પણ સમજ, જ્યાં ધુમાડો ત્યાં આગ,
જો ચર્ચા માં હોય આટલો ઈશ્વર, તો ભજવતો હશે એ ચોક્કસ કોઈ ભાગ (૪)

આખર બળવાનું તો છેજ સૌ એ, તો છોડ દાઝી જવાની બીક,
એક સુદર્શન ની જો આ ઊર્જા, તો તું ફેરવ તારા સાત ચક્ર ને ઠીક (૫)

જરૂરી છે સત્સંગ, રાખ વિવેક, ને કર નક્કી કે રહે આનંદ માં દુનિયા સારી,
રેહવા દે ક્રોધ ની અગ્નિ ના દાવાનળ, ઉઠ, જાગ, તારા ધ્યેય બને ચિનગારી (૬)

કર અજ્ઞાન ના ધુમાડા ને દૂર, માર હૃદય થી ફૂંક,
પ્રજવલ જ્ઞાન ની આગ, જો તારા માં હોય સત્ય ની ભૂખ (૭)

અંધારા માં દેખાય સાપ, અજવાવાળું કરો તો દોરડું, ને જ્ઞાન આવે તો બ્રહ્મ, છે આ સ્વપ્ન ના પ્રકાર ત્રણ.
શંકર કહે કે, છે આ મિથ્યા, નથી જગત અસત્ય, કરી લે વેદાંત ના દર્શન પણ (૮)


This poetry was written by Bhavin Shukla on 12th January 2023 remembering Swami Vivekananda on his 160th birth anniversary.





Responses

  1. Chinmay Avatar

    Very nice,
    સાપ અને દોરડા નો તફાવત સમજવામાં જ આખું જીવન નીકળી જાય છે…..

    Like

    1. Bhavin Shukla Avatar

      Thank you bhai for the encouragement.
      એકદમ સાચી વાત કહી. આ સમજ માત્ર ને માત્ર ગુરુ જ આપી શકે. “गुरु बिन ज्ञान, आ न पावे”

      Like

Leave a comment