સુરત, ગોપીપુરા, નિવાસી શ્રી મૂળશંકર શુક્લ ના શ્રી આનંદ રામ શાસ્ત્રી જી નું મંદિર કહેવાતા મંદિર ના શ્રી ઠાકોરજી (શ્રી મદનમોહન લાલજી) ને, “ઠાકોરજી પ્રીત્યર્થે” પ્રોજેક્ટ હેઠળ, બીજે પધરાવવાની વાત ઉપડી અને નક્કી થયું કે એમને કામરેજ હવેલી પધરાવવા, ત્યારે લખાયેલી કવિતા (12th October 2023).
ઠાકોરજી પહેલા અધ્યાય માં કહે છે, “કર્મણ્યેવાધિકારસ્તે”: તારો માત્ર કર્મ પર અધિકાર છે, ફળ પર નહિ.
અને છેલ્લા માં એમ કહે છે, “યેતેચ્છસિ તથા કુરુ”: કે તું નક્કી કર તારે શું કરવું છે, મેં તને બોધ આપી દીધો છે.
અને પછી પણ આપણું કેહવું હોય છે, “જેવી ઠાકોરજી ની ઈચ્છા”. કર્મ માં ઠાકોર નથી આવતો, માત્ર ફળ આપવા માં જ આવે છે. એટલે એના પ્રીત્યર્થે ની વાત છોડી, આપણે આપણા કર્મ નો અધિકાર ઉજવવો.
એની ઈચ્છા માની એમને પધરાવવા નહિ, કર્મ સમજી એની સેવા કરવી.
શ્રી ઠાકોરજી પ્રીત્યર્થે
સાંભળ્યું તું કે તારા આછા છે કાન,
કેહવા દે મને કે તું રહ્યો મુક પણ, રે મારા કાન…(૧)
પંચો કહે કે તારા પ્રિત્યર્થે નો છે આ ફેંસલો,
ઠાકોર તે આપ્યું તારું દિલ એમને, ને ધબકાર મને, આ તે કેવો તારો વેપલો?…(૨)
રે વલ્લભ, તેં પુષ્ટિ સેવા ની પદ્ધતિ બનાવી કેમ આટલી અઘરી?
જોજે તારું પણ આવશે નામ, જો ભક્તિ માર્ગે સફર રહશે મારી અધૂરી…(૩)
લોકશાહી ની બહુમતી નો ડંડો, ને શાસ્ત્ર નો ધંધો, છે દિલ મારું ખૂબ દુભાયું,
એમનો વિશ્વાસ મારા વિશ્વાસઘાત પર, કે મારો આઘાત એમના અવિશ્વાસ પર, કોણે કેટલું ડુબાવ્યું…(૪)
ચરણે બેસી અનુજ અર્જુન, હકથી માંગી લે તને,
ને સેવા અઘરી કહી આજ વડીલ વૈષ્ણવ, હકથી સોંપી દે તને?…(૫)
પાંચ ગામ નહિ, મેં માંગી તારા ચરણ ની રજકણ,
થઈ પાર્થ, લડી લઉં મહાભારત, પણ શ્રી કૃષ્ણ વિના કોને કરું સમર્પણ…(૬)
યાદવાસ્થળી નો થયો છે ન્યાસ, કુળ ભાંગશે એ વાત પાક્કી,
પણ પંજા ના ટચલી ની કિંમત કેટલી, એ કુટુંબ કેમ રે કરે નક્કી?…(૭)
શ્રી મદન, મોહ ન કર, લાગે છે થવું છે તારે પણ ખાસ,
થયો કામ ને રેજ*, જા તારે પણ કરવો છે મહેલો માં વાસ…(૮)
અલ્યા જતા કેહતો તો જા, શું કરું ઘરના ચિત્રજી નું?,
શું રહશે મારી નવી ઓળખ, ને કોને રે ભજું હૂં?…(૯)
કે માનું આ સંકેત છે તારો, ને મારા મૂળ માં રહ્યા છે શંકર,
દૂર કર અંધકાર, ભજ નિરાકાર, એમ શીખવે છે આચાર્ય શંકર…(૧૦)
*રેજ = તાબે













શ્રી ઠાકોર જી ના સંધર્ભ માં લખેલ બીજી કવિતા ઓ:
શ્રી ઠાકોર જી ના સંધર્ભ માં લખેલ બીજી કવિતા ઓ:
-
શ્રી ઘરડા-ઓચ્છવ
ઠાકોર જી ને ઘરડાઘર માં ખસેડવા નો પ્રસંગ.
-
નિર્ણય કર્યો
What do you want to achieve in life? What is your goal? તું જીવન માં શું બનવા માંગે છે? આ સવાલ નો આજે જવાબ મળ્યો…
-
ક્યાં જવું (?)
ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ. તમે નક્કી કરો કે આ…
Bhavin Shukla has been working as an IT Consultant in the data space for more than 25 Years. As a Data and Analytics professional, he has worked extensively for years on complex IT Transformation Programmes within Healthcare, Finance, Insurance and Telco domains.
Bhavin is driven by a sincere desire to embrace a spiritual existence rooted in values, while genuinely striving to enhance societal culture by fostering a supportive community where we stand by each other.



Leave a comment