Part 1: Introduction – Gujarati Poetry
મોરારી બાપુ એ એમની ખાંડા રામકથા, માનસ સંવત્સર, વખતે એવું જણાવેલું કે, બાપુ જ્યારે કોઈ ગ્રંથ અથવા ચોપડી વાંચે ત્યારે તેમાંથી જાણવા/જણાવા જેવી બાબતો એ ગ્રંથ ના છેલ્લે પાને લખી લે, અને પછી કથા માં એ શ્રોતા ઓ ને વાતો નો રસ પીરસે.
કથા માં જણાવ્યા પછી એ પાનું આખરે એમના હવન માં બાપુ હોમ કરે.
તો આ કવિતા “છેલ્લું પાનું” એ એમની એ વાત પર થી લખવા માં આવી છે.
અહીં મારો પ્રયત્ન છે કે હૂં બનું એમના રામકથા રૂપી ગ્રંથ નું “છેલ્લું પાનું”. આ વાર્તા છે એ છેલ્લા પાનાં ની.
Watch the narration on YouTube, please see link below:
Part 2: Poetry and Poetry Recitation
બાપ, હું છું તમારું છેલ્લું પાનું
તમે લખો તમારે જે લખવાનું…(૧)
લખી ફાડો મને, ને કરો હોમ હવન માં,
અગ્નિ પરીક્ષા માંથી મારે શું કામ બાકાત રહેવાનું?…(૨)
હું ભજીશ કિરદાર1, કે મારે સુગંધ થઈ ફેલાવાનું
થઈ રાખ ભળીશ માટી માં, પાછું વૃક્ષ થઈ મારે ઉગવાનું…(૩)
ખાઈ ઘા છાતી પર, રે મારે કપાવાનું,
છુંદાયો યંત્ર માં, આવ્યો ઉત્સવ પુનર્જન્મ નો પાનું થવાનું…(૪)
કૃપા થઈ કોરો ચોંટ્યો સારા ગ્રંથ ના છેલ્લે પાને,
હવે મારે વેચાવાનું, ને આવી એ ઘડી થયું તમને મળવાનું…(૫)
હું છું એક તુંબડું2, તમે બનાવો કમંડળ3
મારું કામ, તમારો જ રસ તમને પીરસવાનું…(૬)
બીના મોલ નો હું હતો કોરો,
થયો ગ્રંથ થી મુક્ત એજ અવસર માટે જીવવાનું…(૭)
બીના મોલ નો હું હતો કોરો,
થયો ગ્રંથિ મુક્ત એજ અવસર માટે જીવવાનું…(૮)
બાપુ, હું છું તમારું છેલ્લું પાનું
તમે લખો તમારે જે લખવાનું…
Watch the recitation of the poetry on YouTube, please see link below:
Part 3: Poetry Explanation
Watch the narration on YouTube, please see link below:
Gallery
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/khanda-katha.jpeg?w=1024)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/20230807_100054.jpg?w=768)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/img_0208.jpg?w=627)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/img_7406.jpg?w=1024)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/img_6946.jpg?w=768)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/img_1907.jpg?w=1024)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/img_2471.jpg?w=1024)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/whatsapp-image-2024-06-12-at-20.46.48.jpeg?w=768)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/whatsapp-image-2024-06-12-at-20.46.45.jpeg?w=768)
![](https://bhavinshukla.com/wp-content/uploads/2024/06/dsc_0874.jpg?w=1024)
Leave a comment