ઘર માં થતી ઠાકોર જી ની સેવા ને એટલી અઘરી બનાવી દીધી કે હવે એ ખર્ચાળ લાગે છે અને પરવડે એમ રહી નથી. અવનવા શાસ્ત્રી ઓ એવું જ્ઞાન પીરસે છે કે જો ઠાકોર જી ની સેવા રીત પ્રમાણે નહિ થાય તો વલ્લભ કુળ ને સોંપી દેવી,પણ સેવા જો કરો તો પદ્ધતિ સર જ થવી જોઈએ.
કળયુગ માં ઘર માં ભારે પડતા ઠાકોર જી ને પણ ઘરડાઘર માં ખસેડવા નો પ્રસંગ આવ્યો, કોણ જાણે પુષ્ટિ પ્રણાલી માં આને કયો ઉત્સવ કહેવાતો હશે, કદાચ “ઘરડા-ઓચ્છવ“?
આવી અવનવી વાતો માંથી એક કવિતા લખવાનો વિચાર આવ્યો.
શ્રી ઘરડા-ઓચ્છવ
અંગુલી એ ઓળખ્યા ચરણ
મળ્યું નામ ચરણસ્પર્શ રે …(૧)
સેવા શીખ્યા, ને નિત્ય પાઠ
બંટા, જારી, ને કરો સ્પર્શ રે …(૨)
પેઢી ગઈ ને બાવા ઉગયા
છોરું કરે વિચાર વિમર્શ રે …(૩)
કર્મકાંડ સેકે રોટલા
વલ્લભ, થાવું સર્વ ને શીર્ષ રે …(૪)
સેવા અઘરી લાગ્યો ખર્ચ
શાસ્ત્રી કહે આ તો સંઘર્ષ રે …(૫)
કહે જ્ઞાની દઈ દો ઠાકોર
રાખશું કેટલા વર્ષ રે…(૬)
કુટુંબ ની લાગણી ના પાસા
ફેંકી દુઃશાસન લે જશ રે …(૭)
સોગઠા નહીં રે પાકશે તારા
કોડી નો કરશે એનો આક્રોશ રે …(૮)
શ્રી ઠાકોરજી જતા જતા સમજાવતા જાય છે,
कहाँ मयख़ाने का दरवाज़ा ‘ग़ालिब’ और कहाँ वाइज़,
पर इतना जानते हैं कल वो जाता था कि हम निकले।
અને મિર્ઝા ગાલિબ ને યાદ કરતા, વિદાય લેતા કહે છે…
निकलना खुल्द से आदम का सुनते आए थे लेकिन,
बहुत बे-आबरू होकर तेरे कूचे से हम निकले।
Photo Gallery: Shastriji (Anandram Shastri) Nu Mandir, Limdikui, Gopipura, Surat.








છેલ્લા દર્શન – 21/12/24
સુરત, ગોપીપુરા, નિવાસી શ્રી મૂળશંકર શુક્લ ના “શ્રી આનંદ રામ શાસ્ત્રી” જી નું મંદિર તરીકે ઓળખાતા, મંદિર ના શ્રી ઠાકોરજી (શ્રી મદનમોહન લાલજી) ના એમના નિજ મંદિર ના છેલ્લા દર્શન.





શ્રી ઠાકોર જી ના સંધર્ભ માં લખેલ બીજી કવિતા ઓ:
-
શ્રી ઠાકોરજી પ્રીત્યર્થે
શ્રી મૂળશંકર શુક્લ ના શાસ્ત્રી જી નું મંદિર કહેવાતા મંદિર ના શ્રી ઠાકોરજી ને, ઠાકોરજી પ્રીત્યર્થે પ્રોજેક્ટ હેઠળ, બીજે પધરાવવાની વાત.
-
નિર્ણય કર્યો
What do you want to achieve in life? What is your goal? તું જીવન માં શું બનવા માંગે છે? આ સવાલ નો આજે જવાબ મળ્યો…
-
ક્યાં જવું (?)
ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ. તમે નક્કી કરો કે આ…




Leave a comment